જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દીરા સોસાયટીમાં રહેતા પરિવારના મકાનમાં આજે વહેલીસવારના સમયે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ મહિલા પાસેથી બંદૂકની અણીએ અંદાજે 11 તોલાના સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ગણતીરીની ક્ષણોમાં જ પલાયન થઈ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દીરા સોસાયટીમાં રહેતાં કેશુરભાઈ રામભાઈ જોગલ નામના યુવાન તેના પરિવાર સાથે પહેલાં માળે રહે છે અને આજે વહેલીસવારના સમયે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ બાથરૂમમાં રહેલા મહિલાએ બહાર અવાજ થતા બહાર નિકળતા કાંઈ પણ સમજે તે પહેલાં જ અજાણ્યા શખ્સોએ મોઢે દૂમો દઇ બંદૂકની અણીએ ઘરમાં રહેલા આશરે સાડા અગિયાર તોલાના સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. વહેલીસવારે બનેલી ઘટનાથી મહિલા હેપ્તાઈ ગઈ હતી.
આ બનાવની જાણ કરાતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી ભોગ બનનનારનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે બનાવ કેવી રીતે બન્યો ? અને કયારે બન્યો ? તે અંગેની વિગતો મેળવી હતી તેમજ બાઈક પર આવેલા ત્રણ શખ્સોના વર્ણના આધારે ગુનો નોંધવા અને ત્રણેય શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉપરાંત પોલીસે આ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.