જામનગર શહેરની ખંભાળિયા નાકા બહાર આવેલી ચા ની હોટલે રાત્રિના સમયે ચા પીવા આવેલા ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ સંચલકને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં ચા દેવી પડશે તેમ કહી લુખ્ખાગીરી કરી સંચાલક ભાઈઓ ઉપર મુઠ વડે હુમલો કર્યો હતો.
View this post on Instagram
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહર આવેલી શકિત ચા ની હોટલે ગતરાત્રિના સમયે ચા પીવા આવેલા ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ ચા પીધા પછી સંચાલકે ચા ના પૈસા માંગતા શખ્સોએ લુખ્ખાગીરી કરી ‘અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં ચા દેવી પડશે’ તેવી માથાકૂટ કરી બોલાચાલી થયા બાદ અજાણ્યા શખ્સોએ મુંઠ વડે ચા ની હોટલના સંચાલક બિજલભાઇ તથા સાગરભાઈ ભરવાડ ઉપર હુમલો કરતા ઘવાયેલા ભાઈઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે અને સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ઘવાયેલા સંચાલકના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.