Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના યુવાન સાથે છળકપટથી લગ્ન કરી લેનાર લુટેરી દુલ્હન ઝડપાઈ

જામનગરના યુવાન સાથે છળકપટથી લગ્ન કરી લેનાર લુટેરી દુલ્હન ઝડપાઈ

લગ્ને લગ્ને કુંવારી એવી મહારાષ્ટ્રના આકોલાની લૂંટેરી દુલ્હન પૈસા મેળવી રફુચક્કર થઈ હતી: હાલ જેલમાં ધકેલાઈ

જામનગર નો એક રીક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને રૂપિયા 2 લાખ 30 હજાર ગુમાવ્યા હતા, જે લુટેરી દુલ્હન ને પોલીસે શોધી કાઢી છે, અને તેણીને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં મોકલી દેવાઇ છે. લગ્ને લગ્ને કુંવારી એવી યુવતીએ લગ્ન કરી પૈસા મેળવ્યા બાદ બીજા દિવસે જ ભાગી છુટી હતી. જે પોલીસના શકંજામાં આવી ગઈ છે. આ પ્રકરણમાં કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે, જ્યારે હજુ રાજકોટની વધુ એક મહિલા આરોપીનું નામ ખુલ્યું છે.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામનો 39 વર્ષનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને પોતે લગ્ન કરી લીધા બાદ યુવતી બીજા દિવસે જ પૈસા લઈને ભાગી છુટી હતી, અને તેણે કુલ બે લાખ ત્રીસ હજાર ગુમાવ્યા હતા. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

જેને લગ્ન કરવામાં મદદરૂપ થનારા વચેટિયા જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલા કે જે બંનેએ લગ્ન કરાવી આપ્યા હતા અને મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે લગ્ન કરાવી આપ્યા હતા.

- Advertisement -

તેણીએ સૌપ્રથમ દોઢ લાખ અને ત્યારબાદ બીજા 50,000 મેળવીને લગ્નના બીજે દિવસે જ ભાગી છુટી હતી જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ દ્વારા બંને વચેટિયા આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 30,000 ની રોકડ રકમ કબજે કરી લીધી હતી.

જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તથા રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરેએ મુખ્ય આરોપી લુટેરી દુલ્હન રોહિણી હિંગલે ની શોધ ખોળ હાથ ધરી, અને તેણીને પણ ઝડપી લઇ અદાલત રજૂ કરતા તેને જેલ હવાલે કરવામાં આવી છે, જ્યારે આ પ્રકરણમાં રાજકોટની એક મહિલા આરોપીની પણ દલાલ ની ભૂમિકા સામે આવી હોવાથી પોલીસ દ્વારા તપાસ નો દોર રાજકોટ સુધી લંબાવાયો છે.

- Advertisement -

પ્રાથમિક પૂછપરછ દરમિયાન રોહિણીએ અગાઉ લગ્ન કરી લીધા છે, પરંતુ પૈસા મેળવવાની લાલચમાં જામનગરના રીક્ષા ચાલક યુવાનને છેતરવા નો પ્લાન કર્યો હતો, અને તેની પાસેથી કુલ બે લાખ રૂપિયાની રકમ લઈને પોતે બસમાં બેસીને ભાગી છુટી હતી. જે લગ્ને લગ્ને હજુકુંવારીજછે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular