જામનગર અને જોડિયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રૂા. 23.35 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ, નોન પ્લાન, કાચાથી ડામર, ક્રોઝ-વેથી પુલ તેમજ વાઇડનિંગ સહિતની કામગીરીનો કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા મંજૂર કરાવ્યા છે.
જામનગર (ગ્રામ્ય)ના કોઝ-વે જે અતિ બિસ્માર અને જર્જરિત હાલતમાં હતા, આ બાબતે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સત્વરે ઘટતું કરવા રજૂઆત કરી હતી. જે ધ્યાને લઇ મંત્રી માર્ગ મકાન દ્વારા આ મંજૂર કરેલ કામગીરીમાં 7 વર્ષ રિસરફેસિંગ, (નોન પ્લાન) કાચાથી ડામર, સુવિધાપથ, કોઝ-વેથી પુલ તેમજ વાઇડનીંગ સૂચિત કામગીરીનો મંજૂરી આપવામાં આવી છે.
જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારના જામનગર તથા જોડિયા તાલુકામાં રિસરફેસિંગના કામોમાં રૂા. 50 લાખના ખર્ચે નાનીબાણુગર ટુ જોઇન એસએચ, 3.30 કિ.મી. લંબાઇનો રસ્ત, રૂા. 20 લાખના ખર્ચે સપડા ટુ જોઇન એસએચ 1 કિ.મી. લંબાઇ રસ્તો, રૂા. 30 લાખના ખર્ચે એસએચ ટુ સપડા ગણપતિ મંદિર રોડ તેમજ જોડિયા તાલુકાનો બાલાચડી ટુ યાકુપીર રોડ 2 કિ.મી. રૂા. 60 લાખના ખર્ચે રિસર્ફેસિંગની કામગીરીને મંજૂર કરી છે.
રૂા. 175 લાખના ખર્ચે નેવી મોડા ટુ જાિેઇન મોડા (જુનામોડા) 1.60 કિ.મી. રોડ, રૂા. 160 લાખના ખચેૃ આમરા-શાપર રોડ 3.10 કિ.મી. રોડ, રૂા. 300 લાખના ખર્ચે નંદપુર ટુ બજરંગપુર રોડ 5.50 કિ.મી. રૂા. 50 લાખના ખર્ચે ધુતારપરથી નિષ્ઠાનગરી જયપુર રોડ 1.30 કિ.મી. રોડ, રૂા. 60 લાખના ખર્ચે ખિમલીયા ટુ ઠેબા રોડ 1.30 કિ.મી. રોડ, રૂા. 40 લાખના ખર્ચે વિભાપર ટુ નવા નાગના રોડ 0.25 કિ.મી. સીસી રોડ તથા રૂા. 275 લાખના ખર્ચે જોડિયા તાલુકાનો બાલાચડી ટુ જોઇન એસએચ 2.10 કિ.મી. રોડનો મંજૂર કરવામાં આવેલ છે તેમજ આ નોનપ્લાન રસ્તાઓમાં માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળા કામની સૂચિત કામગીરી કરવામાં આવનાર છે.
જોડિયા તાલુકાના સુવિધાપથ હેઠળ લક્ષ્મીપુરા (જોડિયા) ટુ જોઇન એસએચ 2 કિ.મી.નો સીસી રોડ રૂા. 170 ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે.
રૂા. 500 લાખના ખર્ચે અલિયા-ચાવડા ટુ જોઇન એસએચ રોડ 0/400 મેજરબ્રીજ તેમજ રૂા. 125 લાખના ખર્ચે ધુડશીયા ટુ એસએચ પર કોઝ-વે બનાવવામાં આવ્યો.
જામનગર તાલુકાના વાઇડનીંગ કરવાના રસ્તામાં રૂા. 220 લાખના ખર્ચે વસઇ-આમરા-જીવાપર, દોઢીયા રોડ 7 કિ.મી. લ:બાઇનો રોડ તેમજ રૂા. 270 લાખના ખર્ચે દોઢીયા-ખોજાબેરાજા રોડ 4 કિ.મી. લંબાઇનો રોડ જમીન સંપાદન, હયાત કેરેજમાં પસંદગીની લંબાઇમાં મેટલીંગ, બીયુએસજીબીએમ, એમએસએસ તથા સીડી વર્કસની કામગીરીને મંજૂર કરવામાં આવેલ છે.
આમ કુલ રૂા. 23.35 કરોડના ખર્ચે 7 વર્ષ રિસરફેસીંગ, (નોન પ્લાન) કાચાથી ડામર, સુવિધાપથ, કોઝ-વે થી પુલ તેમજ વાઇડનીંગની સુચિત કામગીરીનો સમાવેશ થાય છે.