લાલપુર તાલુકાના સણોસરી અને સણોસરા ગામ વચ્ચે આવેલા નર્મદાના પાણીના ટાંકા પાસે રસ્તો બનાવવાના કામની સાઈટ પર સરપંચ સહિતના એક ડઝન જેટલા શખ્સોએ જઈને નોકરી કરતા યુવાનને ફડાકા મારી ટાટીયા ભાંગી નાખી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી અને સણોસરા વચ્ચેના પાણીના ટાંકા નજીક કૈલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીનું રસ્તો બનાવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન સોમવારે સવારના સમયે સરપંચ બાબુ બચુ ખવા, રામા રાજા ગાગીયા, ગોકુલ રાણા ગાગલિયા, સંજય ગાગલિયા, ડાડુ ગાગલિયા, નરેશ વિક્રમ ગાગલિયા અને છ અજાણ્યા સહિતના એક ડઝન જેટલા શખ્સોએ સાઈટ પર જઇ સાઈટઈન્ચાર્જ ક્રિષ્ણદેવસિંહ દશરથસિંહ જાડેજા નામના યુવાનને કામ બંધ કરાવી દેવાનું કહી અપશબ્દો બોલી ફડાકો મારી ટાટીયા ભાંગી નાખવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી.
ફડાકો મારી ધમકી આપ્યાના બનાવ અંગેની જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે સરપંચ સહિતના એક ડઝન જેટલા લોકો વિરૂધ્ધ ગુનો રાયોટીંગ અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.