Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરસાત રસ્તાથી લાલ બંગલા સુધીનો માર્ગ બંધ, રાબેતામુજબ ટ્રાફિકજામ

સાત રસ્તાથી લાલ બંગલા સુધીનો માર્ગ બંધ, રાબેતામુજબ ટ્રાફિકજામ

ફલાયઓવરના કામના કારણે થોડા સમય પૂરતો રસ્તો બંધ કરાયો : વાલ્કેશ્વરી નજીકના ડાયવર્ઝનમાં દરરોજ ટ્રાફિક જામમાં ફસાતા શહેરીજનો

- Advertisement -

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી ગુલાબનગર સુધીના રોડ પર ફલાય ઓવર બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જો કે જામનગરના સૌથી લાંબા ફલાય ઓવરના કારણે શહેરનો ટ્રાફિક વેરવિખેર થઈ ગયો છે અને ઠેક ઠેકાણે ટ્રાકિફજામની સમસ્યાઓ છેલ્લાં એક વર્ષથી માથાના દુ:ખાવા સમાન સામાન્ય બની ગઇ છે ત્યારે સાત રસ્તા નજીક આ ફલાયઓવરના કામને કારણે મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી લાલ બંગલા સુધીના માર્ગને થોડા સમય પુરતો બંધ કરવામાં આવ્યો છે અને વાલ્કેશ્વરી નજીકથી અપાયેલા ડાયર્વઝનને કારણે આ રસ્તા પર અવાર-નવાર ટ્રાફિક જામ થઈ જાય છે તેમ આજે સવારે પણ રાબેતામુજબ આ રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતા આ ટ્રાફિકજામમાં ફસાયેલા શહેરીજનોને બહાર નિકળવા માટે 15 થી 20 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. વિકાની સાથે સાથે સમસ્યા પણ રોજીંદી બનતી જાય છે. શહેરના અન્ય માર્ગો પર પણ ટ્રાફિક જામની સમસ્યા તંત્રની બેદરકારી અને પોલીસની ઢીલીનીતિના કારણે સાવ સામાન્ય બની જવાથી શહેરીજનો ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ થઈ ગયા છે. મહાનગરપાલિકાનું તંત્ર કે પોલીસ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. જેને કારણે શહેરીજનોએ દરરોજ કયાંકને કયાંક ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular