Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તાનું ચેકિંગ માત્ર પબ્લિસિટી સ્ટંટ...??

ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તાનું ચેકિંગ માત્ર પબ્લિસિટી સ્ટંટ…??

"આપ” કાર્યકરો ધોરણસર ફરિયાદ કેમ કરતા નથી ?: પાલિકા સૂત્રોનો સણસણતો સવાલ

- Advertisement -

ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જાણે એકાએક જાગૃત બન્યા હોય તેમ કોઈને કોઈ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

“આપ” નવા નિમાયેલા હોદ્દેદારોએ બે દિવસ પૂર્વે અહીંના જડેશ્ર્વરર રોડ પરના ચાલી રહેલા નવનિર્માણ કામ સ્થળે દોડી ગયા હતા અને આ સ્થળે રહેલા કેટલાક કામદારો સાથે વાટાઘાટો કરી, ફોટા – વિડિયો લઈને રોડની કામગીરીને વખોડતા નિવેદનો જારી કર્યા હતા.

આ મુદ્દે નગરપાલિકાના એક જવાબદાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના નબળા કામો અંગે કોઈ લેખીત કે સવિસ્તૃત રજુઆત કરવામાં આવતી નથી. ફક્ત ફોટા જ નાખે છે. જો નગરપાલિકાના કામો આવા જ લોલમલોલ હોય તો તેની ઉચ્ચ કક્ષાએ યોગ્ય ફરિયાદ કેમ કરવામાં આવતી નથી…??? દરેક રોડ પર ત્રણ જગ્યાએથી નમુનાઓ લેવામાં આવે છે. જેના યોગ્ય ટેસ્ટ કરવામાં આવે છે.

- Advertisement -

રોડના નમુના સરકારી લેબોરેટરીમાં ચેકિંગ અર્થે મોકલાવવામાં આવે છે. દરેક રસ્તાના કોન્ટ્રાક્ટની શરતો, નિયમો નગરપાલિકા કચેરી ખાતે જોઈ શકાય છે. દરેક ચાલુ કામના સ્થળે આ અંગેની વિગતો બોર્ડ પર મૂકવામાં આવે છે. ઉપરાંત થર્ડ પાર્ટી દ્વારા મેપ ટેસ્ટિંગ પણ કરાય છે.

નગરપાલિકા તંત્ર દ્વારા કામની ક્વોલિટીને હાલ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું જણાવી, આમ આદમી પાર્ટીની આ નીતિ-રીતીને પાલીકા સતાવાહકોએ વખોડી કાઢી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular