જામનગર શહેરના વોર્ડ નંબર-6ના કનૈયા પાર્ક વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી રસ્તાની સમસ્યા હવે ચરમસીમાએ પહોંચી છે. વિસ્તારના મુખ્ય માર્ગો લાંબા સમયથી તૂટી પડેલા અને બેકાર હાલતમાં હોવાથી અહીં રહેતા લોકો માટે દૈનિક અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે. અનેક રજૂઆતો, માંગણીઓ તથા ફરિયાદો કર્યા છતા તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા અંતે રહેવાસીઓનો રોષ રસ્તા પર ફાટી નીકળ્યો.
કનૈયા પાર્ક વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુખ્ય માર્ગ પર ધરી તેમણે રસ્તા રોકો આંદોલન કરતાં તંત્રને તાત્કાલિક રોડ સુધારવાની માંગ કરી. મહિલાઓએ જણાવ્યું કે ખરાબ રોડના કારણે બાળકોને સ્કૂલ જવામાં ભારે તકલીફ પડે છે, વૃદ્ધો તથા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે અને ખાસ કરીને વરસાદી સિઝનમાં તો આ માર્ગ કાદવ તથા ખાડાઓથી ભરાઈ જતાં લોકો ખૂબ પરેશાન થાય છે. રહેવાસીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સમયસર રસ્તાની મરામત નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
View this post on Instagram


