Saturday, December 21, 2024
Homeસ્પોર્ટ્સઆજે ન્યુઝીલેન્ડ-શ્રીલંકા મેચમાં વરસાદનું જોખમ

આજે ન્યુઝીલેન્ડ-શ્રીલંકા મેચમાં વરસાદનું જોખમ

જો મેચ ધોવાઇ જશે તો ન્યુઝીલેન્ડને પડશે મોટો ફટકો

- Advertisement -

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપ2023ની 41મી મેચ રમાનાર છે. આ મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. સેમિફાઈનલમાં ચોથી ટીમ કોણ હશે તેનો નિર્ણય આજે લગભગ થઇ જશે. જો ન્યુઝીલેન્ડ આજની મેચમાં મોટા અંતરથી જીત મેળવે છે તો તેનું સેમિફાઈનલ રમવું લગભગ નિશ્ર્ચિત થઈ જશે. નાના માર્જિનથી જીત અથવા હાર તેને સેમિફાઇનલમાંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

- Advertisement -

શ્રીલંકા માટે પણ આજની મેચ મહત્વપૂર્ણ રહેવાની છે. શ્રીલંકા સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુક્યું છે પરંતુ જો તેણે ઈંઈઈ ઈવફળાશજ્ઞક્ષત ઝજ્ઞિાવુ 2025 માટે ક્વાલિફાઈ કરવું છે તો પોઈન્ટ્સ ટેબલ પર ટોપ-8માં રહેવું જરૂરી રહેશે. હાલ શ્રીલંકા 8માંથી 2 મેચ જીતીને 9માં સ્થાને છે. આજની મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

ચિન્નાસ્વામીના મેદાન પર ફાસ્ટ બોલર વધુ સફળ રહ્યા છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 બોલર્સમાં તમામ ફાસ્ટ બોલર્સ જ છે. સ્પિનર્સને આ મેદાન પર ઓછી મદદ મળે છે. નાની બાઉન્ડ્રીના કારણે અહીં બેટ્સમેનો સ્પિન બોલને સરળતાથી બાઉન્ડ્રી પાર મોકલી દે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 29 વનડે મેચ રમાઈ છે. જેમાં 18 વખત 300થી વધુનો સ્કોર થયો છે. આ મેદાન પર ત્રણ મેચ રમાઈ છે. જેમાં બે વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમને જીત મળી છે. બેંગલુરુમાં આજે વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન અહીં 2 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડી શકે છે. જેથી આજે મેચ રદ્દ થવાની સંભાવના રહેશે. બેંગલુરુમાં આજે ભારે વરસાદ થવાની 90% સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular