ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડાથી દેવળીયા ગામ તરફ જતા માર્ગે એક રીક્ષા છકડો લઈને જઈ રહેલા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાનો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં મહેશભાઈ મકવાણાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય રીક્ષા સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ. 44, રહે. સિક્કા પાટિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક છકડા રીક્ષા ચાલક મહેશભાઈ કિશોરભાઈ મકવાણા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.
બીજો બનાવ, દ્વારકામાં રૂક્ષ્મણી ગેઈટ પાસે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા હમીરભાઈ બાલુભાઈ વાઘેલા નામના 55 વર્ષના દેવીપુજક આધેડનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પત્નિ રાજુબેન હમીરભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.