પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ, જામનગર જિલ્લા પંચાયત કર્મચારીનગર નિર્માણ કો-ઓપ.હાઉસીંગ સોસાયટી લી., મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર, આશાપુરા મિત્ર મંડળ મચ્છરનગર જામનગર, સ્વ. જાલમસિંહજી મેપજીભાઈ પરમાર પરિવાર મુ. મુંજપર (પરમારનું) લાયન્સ કલબ ઓફ કર્મચારીનગર, જામનગર, જિ. પં. કર્મચારી સંઘના સહયોગથી તા.12 જૂનથી જામનગર જિલ્લા પંચાયત સર્કલ, ગ્રામહાટની બાજુમાં દર રવિવારે સવારે 11:30 થી 12:30 દરમિયાન જરૂરિયાતમંદ લોકોને રૂા.1ના ટોકન થી રાજમા-ચાવલ જમાડવા આયોજન કરાયું છે. જેનો આજથી પ્રારંભ થયો હતો. જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા