કેન્દ્રીય વન અને પર્યાવરણ સચિવ લીના નંદનએ જામ્યુકોના ગાંધીનગર સ્થિત 70 એમ.એલ.ડી. ક્ષમતા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. 2016 માં સ્થાપિત થયેલા આ પ્લાન્ટની ક્ષમતા અને કાર્યની સમિક્ષા કરી હતી. ત્યારબાદ જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જામનગર શહેરની 100 ટકા વસતિને ભૂગર્ભ ગટરની સુવિધાથી સાંકળી લેવા માટે સૂચના આપી હતી.