Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મુકબધિર મહિલાનું પરિવાર સાથે પુન:મિલન

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મુકબધિર મહિલાનું પરિવાર સાથે પુન:મિલન

- Advertisement -

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જામનગરમાં મુકબધિર મહિલાનું કાઉન્સિલીંગ કરી તેનું પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.

- Advertisement -

181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ અર્થે રાત દિવસ સતત કાર્યરત રહે છે ત્યારે વધુ એક કિસ્સામાં અભયમ ટીમ મૂકબધિર બહેનની વહારે આવી હતી. જામનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક નો કોલ આવતા જણાવ્યું હતું કે બસ સ્ટેશન વિસ્તારમાં 35 વર્ષીય બહેરા-મૂંગા બહેન હોય તથા રડી રહ્યા હોય અને તેઓને મદદની જરૂર હોય જેની 181માં જાણ કરી હતી.

આ અંગે જાણ થતાં અભયમની ટીમ તે સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં પીડીતાબેન મદદ માટે રડી રહ્યા હોય. અભયમની ટીમના કાઉન્સેલર બીનલબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ સહિતની ટીમ ધટના સ્થળે પહોંચી પીડિત બહેન સાથે વાત કરતા તેઓ સાંભળી અને બોલી શકતા ન હોય તેવું જણાયું હતું. તેઓની સાથે અશાબ્દિક કમ્યુનિકેશનથી તેઓની સમસ્યા જાણી જેમાં પીડીતાબેનને સાસરી પક્ષમાંથી મારકુટ કરીને ઘરેથી બસમાં બેસાડી દીધેલ હતા અને તેઓના હાથમાં પોતાનું એડ્રેસ લખેલ ત્યારબાદ પીડિતા બેને જણાવેલ કે તેઓને લગ્ન જીવનને 10 વર્ષ જેટલો સમય થયો છે. જેમાં સંતાન, માઁ, બે બાળકો છે (દિકરી અને દિકરો) પીડીતાબેન પાસેથી સસરાનો ફોન નંબર નીકળતા તેઓ પાસેથી પરિવારનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લઈ તેઓ સાથે વાતચીત કરી તેમજ પીડીતાબેનને તેઓના પિયરમાં જવું હોય. માતા અને ભાઈ ભાભી એમ પરિવાર સાથે મિલન કરાવતા પીડીતાબેનને હાશકારો અનુભવ્યો હતો.ે પરિવારજનોએ 181ટીમનો આભાર માન્યો હતો. આમ એક મૂકબધિર બહેને અશાબ્દિક કોમ્યુનિકેશન દ્વારા સફળ કાઉન્સિલિંગ કર્યું હતું અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular