Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના નિવૃત્ત પ્રોફેસર સાથે શેરમાર્કેટમાં રોકાણના નામે અડધા કરોડની છેતરપિંડી - VIDEO

જામનગરના નિવૃત્ત પ્રોફેસર સાથે શેરમાર્કેટમાં રોકાણના નામે અડધા કરોડની છેતરપિંડી – VIDEO

શેરમાર્કેટ તથા કોમોડીટીમાં રોકાણના નામે વિશ્વાસ લીધા : વૃદ્ધના ખાતામાંથી રૂા.32 લાખ અને તેમના પત્નીના ખાતામાંથી રૂા.17 લાખની છેતરપિંડી : રોકાણ અને વળતર નહીં ચૂકવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ: જામનગરમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુના

જામનગર સહિત દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઈમ સંદર્ભે સરકાર તથા પોલીસ વિભાગ દ્વારા લોકોમાં જાગૃત્તિ અર્થે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે છેતરપિંડીના બનાવો પણ દિવસને દિવસે વધી રહ્યા છે. જેમાં જામનગરના નિવૃત્ત પ્રોફેસરને ેરમાર્કેટમાં તથા કોમોડીટીમાં વધુ નફો મેળવવા માટે ફોસલાવી વૃદ્ધ તથા તેમના પત્ની પાસેથી રૂા.50 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા ઈન્દોરથી શખ્સને ઝડપી લઇ તેની પાસેથી એક કાર લેપટોપ અને ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

- Advertisement -

ભારતમાં છેલ્લાં થોડા સમયથી ડીજીટલાઈઝેશનનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ સાયબર ક્રાઈમની ઘટનાઓ અનેકગણી વધી રહી છે. આવી ઘટનાઓ સંદર્ભે ગૃહમંત્રાલયે પણ ગંભીરતા દાખવી સાયબર ક્રાઈમની ઘટનાઓ અટકાવવા અને ભેદ ઉકેલવા સુચનાઓ આપી છે તેમ છતાં સાયબર ક્રાઈમના બનાવોમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. દરમયાન જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ આવેલ કીંગ પેલેસમાં રહેતા સામજીભાઈ ડાયાભાઈ અટારા નામના નિવૃત્ત પ્રોફેસરને ગત જુલાઈ માસમાં શ્ર્વેતામેડમ, અંકિત અને બંટી શર્મા નામના ્રણ શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી CONFLUENCE RESEARCH નામની કંપનીના મેનેજર તથા એકસપર્ટ શેર દલાલ તરીકેની ઓળખ આપી કંપની વતની શેરમાર્કેટમાં તથા કોમોડીટીમાં રોકાણ કરાવી વધુ વળતર આપવા માટે ફોસલાવી વિશ્ર્વાસમાં લીધા હતાં જેમાં નિવૃત્ત વૃદ્ધના એચડીએફસી અને એકસીસ બેંકના ખાતામાંથી 22,95,100 અને રૂા.8,25,000 રોકડા મળી કુલ રૂા.32,17,100 તથા વૃધ્ધની પત્નીના મારવાડી શેર અને ફાયનાન્સ લીમીટેડના ડિમેટ એકાઉન્ટમાંથી રૂા.17,96,228 ી કિંમતના શેરો મળી કુલ રૂા. 50,13,328 નું રોકાણ કરાવ્યું હતું.

- Advertisement -

વૃધ્ધ પ્રોફેસર અને તેની પત્નીના ખાતામાંથી રૂા.50 લાખની માતબર રકમ મેળવી શેરમાર્કેટમાં વળતર ચૂકવ્યું ન હતું. તેમજ વૃદ્ધ દ્વારા અવાર-નવાર પૈસાની માંગણી કરવા છતાં ચીટર ગેંગ રોકેલા નાણા પરત કર્યા ન હતાં. જેથી કંટાળીને વૃદ્ધ પ્રોફેસર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં ઓનલાઈન છેતરપિંડીની મહિલા સહિતના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ આઈ. એ. ધાસુરા, પીએસઆઇ એચ.કે. ઝાલા, હેકો પ્રણવભાઈ વસરા, પો.કો. વીકી ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલીસીસ કરી બાતમીના આધારે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં મયંક હોસ્પિટલની બાજુમાં ચીરઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતાં બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી બલેનો કાર, એક લેપટોપ અને ત્રણ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બાકીના ચીટરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન ર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular