રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ વાર્ષિક ઇન્સ્પેકશન માટે જામનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પોલીસ જવાનોની પરેડ, લોક દરબાર, મોકડ્રીલ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ તકે તેમણે જામનગર જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દિવાલો ઉપર સુંદર પેઇન્ટિંગ કરવા બદલ અને ઉચ્ચ ગુણે ઉત્તિર્ણ થનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના બાળકોનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સારી કામગીરી બદલ તેમજ નિવૃત્ત કર્મચારીઓનું પણ પ્રશંસાપત્ર આપી સન્માન કર્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.