Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસલામતિ અને સુરક્ષાની નોંધપાત્ર સેવા બદલ નિવૃત્ત એએસઆઇનું સન્માન

સલામતિ અને સુરક્ષાની નોંધપાત્ર સેવા બદલ નિવૃત્ત એએસઆઇનું સન્માન

- Advertisement -

જામનગર ટ્રાફિક શાખાના નિવૃત્ત એએસઆઇની ટ્રાફિક અવરનેશ અને વ્યસનમુક્તિ ઝુંબેશ અંગે જૈન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

એપ્રિલ-2019ના જામનગર ટ્રાફિક શાખામાંથી એએસઆઇ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ કાનજીભાઇ કનારા નિવૃત્તિ બાદ પણ ટ્રાફિક અવરનેશ અને વ્યસનમુક્તિ અંગેની ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તેઓ 62મા વર્ષે પણ તંદુરસ્ત રહી આ કામગીરી રહી કરી રહ્યાં છે અને જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં પણ માનદ્ સેવા આપે છે.

તેઓની કામગીરીની નોંધ લઇ જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ડો. ભરતેશભાઇ શાહ દ્વારા તેઓને સલામતિ અને સુરક્ષાની નોંધપાત્ર સેવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular