કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામના રહીશ નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા નામના 52 વર્ષના આહીર આધેડ અગાઉ તેમની જમ્મુ કાશ્મીર ખાતેની આર્મીમાં ફરજ પર હતા, તે દરમિયાન બારા મુલ્લાથી બારબોર ડબલ બેરલનું હથિયાર ખરીદ કર્યા બાદ તેઓ 24-2-2007 થી નિવૃત્ત થયા પછી પણ ભાટિયા ખાતે પોતાના રહેણાંક મકાનમાં રાખીને આ હથિયાર અંગે સંબંધીત કચેરીને કોઈપણ જાણ કરી ન હતી.
આથી રૂપિયા 32 હજારની કિંમતનું ડબલ બેરલ હથિયાર રાખી, અને તેની શરતો નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ કલ્યાણપુરના પી.એસ.આઈ. કે.પી. ઝાલાની ફરિયાદ પરથી નરેન્દ્રભાઈ કરંગીયા સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.