Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઉનાળુ વેકેશન પૂર્ણ, શૈક્ષણિક કાર્ય પુન: શરૂ

ઉનાળુ વેકેશન પૂર્ણ, શૈક્ષણિક કાર્ય પુન: શરૂ

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ પુન: શરુ થઇ છે. ગુજરાત શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું નવુ શૈક્ષણિક સત્ર આજથી શરુ થયું છે. ઉનાળાના વેકેશન બાદ આજથી જામનગર સહિત રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતાં શાળાઓ નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી હતી. તો કેટલીક શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા વિશેષ તૈયારી કરવામાં આવી હતી. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ લેવા મજબૂર બન્યા હતાં. ત્યારે આ વર્ષથી શરુઆત ઓફલાઇન શિક્ષણ સાથે શરુ થતાં વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. તો બીજીતરફ ઓફલાઇન શિક્ષણ શરુ થતાં વિદ્યાર્થીઓ શાળામાં ટિચર અને તેમના મિત્રને મળીને ખુશ થયા હતાં. ઓનલાઇન શિક્ષણને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોન્ડીંગ તૂટી ગયું હતું. જે ઓફલાઇન શિક્ષણ સાથે શાળાઓ શરુ થતાં બન્ને વચ્ચે ફરી બોન્ડીંગ થશે. ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરુ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજીતરફ પ્રથમ વખત શાળાએ આવતાં બાળકો રળતા-રળતા પણ શાળાએ આવતાં જોવા મળ્યા હતાં.

- Advertisement -

તાવ-શરદી જેવા લક્ષણો હોય તો વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા : શિક્ષણ-આરોગ્ય વિભાગ

રાજ્યમાં ફરી વખત કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે આજથી શાળાઓ શરુ થઇ રહી છે. જેને ધ્યાને લઇ તાવ-શરદી કે ઉધરસ હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે પણ કોરોનાનું સંક્રમણ વધતાં બાળકો કોરોનાની લપેટમાં આવ્યા હતાં ત્યારે આ વખતે જ્યારે ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી શરુ થઇ છે. ત્યારે સલામતિના ભાગરુપે આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા શરદી-ઉધરસ કે તાવ જેવા રોગો હોય તો વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા સલાહ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular