સેવ સોઇલનો સંદેશ આપવા અને પ્રકૃત્વના રક્ષણ માટે વિશ્વના 27 દેશોમાં 30,000 કિ.મી.ની બાઇક રાઇડ કરતાં કોઇમ્બુતૂર ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગીવાસુદેવ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના આમતંત્રને માન આપી જામનગર પઘારશે તા.29 મેના સવારે તેઓ જામનગર આવી પહોચશે.
કોઇમ્બુતૂર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગીવાસુદેવ વિશ્ર્વભરમાં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શન અને પ્રકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે. તાજેતરમાં વિશ્ર્વનાં પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોની માટીના સંશોધન બાદ તેવા તારણ પર આવ્યા છે. કે સમગ્ર વિશ્ર્વની માટીનું પોષક મૃલ્ય ઘટતું જાય છે. ગત તા. 21 માર્ચથી સદગુરૂએ આ સમસ્યાને સમગ્ર વિશ્વને વાકેફ કરાવાા એક અનોખો ઝુબેશ હાથ ધર્યો છે. જેના હેઠળ તેઓ વિશ્ર્વના 26 દેશોમાં પોતે 30,000 કમી બાઇક ચલાવી દરેક દેશના નીતીકોશને મળી માટીને લઇ નીતીમાં ફરે બદલના સૂચનો આપશે તેમની આ ચળચળને વિશ્વના બધા જ દેશોએ ખુલ્લા હ્રદયથી આવકાર્યું છે.
જામનગરના રાજવી શ્રી જામસાહેબ કે જે ખુદ પ્રકૃતી પ્રેમી અને સંરક્ષણકર્તા છે તેઓએ સદ્ગુરૂને તેમના વિદેશ પ્રવાસબાદ જયારે ભારત પરત પધારે ત્યારે જામનગરની પવિત્ર ભૂમી તેમનું ભવ્ય સ્વાગત કરશે તેવું જણાવેલ. જામસાહેબ બાપુના આમંત્રણને સદગુરૂએ ખુબ જ ગૌરવથી સ્વીકાર કર્યા છે.
એકતાબા સોઢા જે કેડમસ અને સત્યસાંઇ સ્કૂલના સીઇઓ અને જામસાહેબના પ્રતિનીધી છે તેઓ સદ્ગુરૂના ભવ્ય સ્વાગતનું નેતૃત્વ કરશે. સદગુરૂ પોતે જામનગરની ધરતી પર પધારે તે આપણા સૌ માટે આશિર્વાદ સમાન છે.