Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સહિતના ઠરાવો મંજુર થયા

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સહિતના ઠરાવો મંજુર થયા

બોર્ડ પૂર્વેની કારોબારીમાં રૂા. 2.37 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ થયું

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સામાન્ય સભા ગઈકાલે ગુરુવારે અત્રે જડેશ્વર રોડ પર આવેલા નવનિર્મિત શેલ્ટર હોમ ખાતે યોજવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ સામાન્ય સભામાં પાલિકાના એકાઉન્ટ હેડ દ્વારા રજુ કરવામાં આવેલું વર્ષ 2023-24 નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વર્ષ 2023-24 દરમિયાન સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તેમજ વિકાસ કાર્યો માટે રૂપિયા 20 કરોડ 45 લાખ 50 હજારની ગ્રાન્ટ મળવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. તેની સામે વર્ષ દરમિયાન રસ્તા, ગટર પાણી પુરવઠા નવીનીકરણ હેઠળની “નલસે જલ યોજના” અંતર્ગત શહેરમાં દરરોજ પાણી વિતરણ થઈ શકે માટેનું આયોજન ઉપરાંત શહેરમાં આગવી ઓળખની ગ્રાન્ટ અન્વયે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની જરૂરી જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના મહત્વના રાજમાર્ગોના નવનિર્માણ, વર્મી કમ્પોસ્ટ આધુનિકીકરણ, ઘન કચરાના નિકાલ, વરસાદી પાણીના નિકાલ, અગ્નિસમન સેવાઓ, જાહેર બાગ બગીચા સુધારણા તથા સંભવિત અછતમાં પાણી પૂરું પાડવા તેમજ રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમની જોગવાઈ ઉપરાંત અન્ય જાહેર સુખાકારીના વિકાસના કામોમાં આવક-ખર્ચનું આયોજન રજુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંદાજપત્રમાં વર્ષની ઉઘડતી શીલક રૂપિયા 19.65 કરોડ તથા વર્ષ 23-24 દરમિયાન અંદાજિત રૂપિયા 34,77,42,000 ની ઉપજ મળી કુલ રૂપિયા 54,13,06,557 ની આવક સામે વર્ષ દરમિયાન અંદાજિત રૂપિયા 51,75,58,000 ના ખર્ચ બાદ કરતા વર્ષાંતે રૂપિયા 2,37,48,557 ની પુરાતવાળું બજેટ નગરપાલિકાની આ જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવ્યું હતું.

સામાન્ય સભા પહેલા નગરપાલિકાના કારોબારી સદસ્યોની એક મીટીંગ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, સદસ્ય હિતેશભાઈ ગોકાણી, મહેશભાઈ રાડીયા વિગેરેની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં રજૂ કરવામાં આવેલા બજેટને મંજૂરી સાંપળી હતી.

- Advertisement -

આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ સહિતના સદસ્યો – આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular