સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે વેરાડ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ભાણવડના વેરાડ જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઇ છુછરએ ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરી દાવેદારી નોંધાવી હતી.
ઉલ્લેખનિય છે કે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા જેઠાભાઇ છુછરએ 7 દિવસ પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાળી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા. આજરોજ તેમણે ભાજપમાંથી વેરાડ જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી પત્રક ભર્યું હતું.