જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. શહેરના એક પણ માર્ગ કે વિસ્તાર એવો નહીં હોય કે જયાં રખડતાં ઢોર જોવા ન મળે.
રખડતાં ઢોરને કારણે અનેક વખત અકસ્માતોના બનાવો પણ બનતાં હોય છે.શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં પણ રખડતાં ઢોરથી આ વિસ્તારમાં રહેવાસીઓ ત્રસ્ત થયા છે. આજે પણ આ વિસ્તારમાં આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો. વિસ્તારમાં અંદાજીત 15 મીનીટ સુધી બે આખલાઓનું યુધ્ધ જામ્યુ હતું. આ આંખલાઓના યુધ્ધને કારણે મંદિર પાસે રહેલાં વાહનોને પણ ઉલાળીયા હતાં. આ વિસ્તારમાં મંદિર પણ આવેલું હોય અવાર-નવાર આખલાઓના ત્રાસને કારણે લોકોને મંદિરે દર્શન માટે જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
Residents in Rameshwar Nagar, Jamnagar are distressed by the bullfight