ઉનાળો શરુ થતાની સાથે જ લોકોને પીવાના પાણીની સ્થિતિને લઇને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. પરંતુ આ વર્ષે જામનગરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે ગત ચોમાસામાં સારો વરસાદ થયો હોવાના લીધે જામનગરને પાણી પૂરું પડતા ડેમ છલોછલ છે.
જામનગર શહેરને ચાર ડેમમાંથી પાણી આપવામાં આવે છે, જે છે રણજીત સાગર, ઊંડ, સસોઈ અને આજી-3. આ ડેમોમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી છે.
અગાઉના વર્ષો પર નજર કરીએ તો ઉનાળો પૂરો થાય ત્યાં સુધીમાં જામનગરના મોટાભાગના જળાશયો (Dam) તળિયા ઝાટક થઇ જતા હતા, પરંતુ આ વર્ષે જામનગર જિલ્લા અને શહેરના લોકોને આપવા માટે પાણીનો પૂરતો જથ્થો હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. હાલ શહેરી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. અને જો ચોમાસું મોડું શરુ થાય તો પણ નર્મદાનું પાણી જામનગર વાસીઓને મળી રહેશે…. તેથી આ વર્ષે જામનગર તરસ્યું નહી રહે.