- Advertisement -
ભારતીય રિઝર્વ બેંક વધુ એક નોટબંધીની તૈયારી કરતી હોવાની ઉઠેલી ચર્ચાને સત્તાવાર રદિયો આપવામાં આવ્યો છે તેમ છતાં અધિકારીઓ પર કેટલીક પાબંધી ફરમાવતાં આદેશને કારણે અટકળોને વેગ મળ્યો છે.
આંતરીક સ્તરેથી વિગતો ફૂટે નહીં અને આંતરીક માહિતી મીડિયા સુધી પહોંચી ન જાય તે માટે આરબીઆઈએ પોતાના અધિકારીઓને સત્તાવાર કે બિનસત્તાવાર મીટિંગોમાં ભાગ ન લેવા તથા કોઈ પણ સંજોગોમાં મીડિયા સાથે વાત ન કરવા તા.ર ફેબ્રુઆરીના જારી એક સર્કયુલર દ્વારા ફરમાન કર્યાનું સામે આવ્યું છે. અધિકારીઓને પોતાને હોદાને અનુરૂપ મર્યાદિત રહેવા અને જાહેરમાં બોલતી વખતે કાળજી રાખવા તાકીદ કરવામાં આવી છે.
કેન્દ્રિય બેંકે પહેલીવાર પોતાના અધિકારીઓ માટે આ પ્રકારનો આદેશ જારી કર્યાનું અને જાહેર જનતામાં ખોટો ભ્રમ ઉભો થતાં ટાળવા આ પ્રકારનું પગલું લેવાયાનું જાણકાર સૂત્રો કહે છે. અત્રે નોંધનીય છે કે, આરબીઆઇએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ઇંધણના ઉંચા ભાવો ફુગાવો સર્જી શકે છે અને તેથી ઇંધણનો ભાવ વધારો ચિંતા જનક છે.
- Advertisement -