સુપ્રિમની બેંચે કહ્યું કે અમે બહુજ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે સુપ્રિમ કોર્ટ 2006ના નાગરાજ અથવા તો જરનૈલસિંહ કેસોને ફરી ખોલવા નથી જઇ રહ્યી. અગાઉ સુપ્રિમ કોર્ટે રાજયોને કહ્યું કે જે આદેશ અગાઉ પ્રમોશનમાં અનામત મામલે આપવામાં આવ્યો તે અંગે કેવી અડચણો રાજ્યોને આવી રહી છે તેની વિગતો રજુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓમાં દાવો કરાયો છે કે તેના બાદ સરકારી નોકરીઓમાં અનેક પ્રમોશન અટકી પડયા છે કેમ કે રાજ્યોને અનેક સમસ્યાઓ આવી રહી છે. હવે જે પણ સમસ્યાઓ આવી રહી છે તે મુદ્દે રાજ્યોવાર સુપ્રીમ કોર્ટ પાંચમી ઓક્ટોબરથી સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે 2018માં ચુકાદો આપ્યો હતો જેમાં સરકારી નોકરીઓમાં એસસી એસટીને અનામતનો માર્ગ મોકળો કરી આપવામાં આવ્યો હતો. સાથે કહ્યું હતું કે રાજ્યોએ ક્વોન્ટિફિએબલ ડેટા એકઠા કરવાની જરુર નથી.
સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઇ છે તેમાં 2018ના ચુકાદાના અમલ માટે જે અડચણો આવી રહી છે તેને ઉઠાવવામાં આવી છે.
એવામાં સુપ્રીમ કોર્ટે હવે કહ્યું છે કે જે પણ અડચણો આવી રહી છે તેને દુર કરવામા આવે અને આદેશનુ દરેક રાજ્યોએ અંતિમ રુપ આપવાનું છે. હવે આ મામલે પાંચ ઓક્ટોબરથી રાજ્યવાર સુનાવણી કરવામાં આવશે અને 10મી ઓક્ટોબરે અંતિમ નિર્ણય આપવામાં આવે તેવી શક્યતાઓ છે.