જામનગર આયુ. યુનિ.માં સિક્યોરીટીમાં ફરજ બજાવતાં 17 કર્મચારીઓને એક સાથે છુટા કરી દેવાતાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાની હેઠળ આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
જામનગરની આયુ. યુનિ.માં સિક્યોરીટી તરીકે ફરજ બજાવતાં 17 કર્મચારીઓને અચાનક જ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતાં કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. કર્મચારીઓ દ્વારા છેલ્લા આઠથી દશ વર્ષથી ફરજ બજાવવામાં આવી રહી હતી. ત્યારે અચાનક નોટીસ આપ્યા વિના નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતાં વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે યોગ્ય નિર્ણય કરવા માગણી કરવામાં આવી હતી.
આયુ. યુનિ.ના સિક્યોરીટીના 17 કર્મચારીઓને નોટિસ વિના છુટા કરી દેવાતાં નારાજગી
કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું