Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતરાજયમાં કોરોના વળતર માટેની અરજીઓ 1 લાખને પાર

રાજયમાં કોરોના વળતર માટેની અરજીઓ 1 લાખને પાર

10,579ના મૃત્યુ આંક સામે 87 હજાર અરજીઓ મંજૂર

ગુજરાત સરકારને કોવિડ -19 મૃત્યુ માટે વળતર અંગે વધુ અરજીઓ મળવાનું હજુ પણ ચાલુ જ છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યા મુજબ રાજયએ કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા વ્યકિતઓના સ્વજનો દ્વાર કરવામાં આવેલ વળતર માટેની અરજીઓ મામલે ગુરૂવાર સુધીમાં 1,02,230 દાવા અરજી મળી છે. જે રાજય સરકાર દ્વારા આપવામાં આવતા મહામારીથી મૃત્યુના સત્તાવાર આંકડા 10,579 સામે અનેકગણી વધારે છે. જોકે રાજય સરકારે સત્તાવાર આંકડા મામલે પોતાનું જ રટણ પકડી રાખ્યું છે અને પોતાના રેકોર્ડમાં 10,579 મોતનો આંકડો જ રાખ્યો છે.

- Advertisement -

રાજય સરકારે સુપ્રીમ કોર્ટને રૂ. 50,000 એકસ ગ્રેશિયાને લઈને 10 ગણા વધુ મૃત્યુના દાવાઓ વિશે જાણ કરી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે કોવિડ મૃત્યુ વળતર મુદ્દે કેસની સુનાવણી કરવાની છે. તેના અનુપાલન અહેવાલમાં, ગુજરાતે જણાવ્યું છે કે તેને એક લાખથી વધુ કોવિડ મૃત્યુના કલેમ મળ્યા છે અને તેમાંથી તેણે 87,045 કલેમ મંજૂર કર્યા છે. એટલું જ નહીં રાજય સરકારે આજ સુધીમાં 82,605 દાવેદારોને ચૂકવણી કરી છે. જયારે સરકારી ઓથોરિટીએ 8,994 અરજીઓ ફગાવી પણ દીધી છે. તો બીજી 6,000 થી વધુ અરજીઓ છે જેની ચકાસણી ચાલી રહી છે.

રાજય સરકારે જઈને એ પણ જાણ કરી છે કે આ મહામારીમાં 5,867 બાળકો અનાથ બન્યા છે અને તેણે 3,287 કેસમાં વળતર ચૂકવ્યું છે. રાજય સરકાર દ્વારા નોંધાયેલા મૃત્યુના સત્તાવાર આંકડાઓ અને દાવાની અરજીઓ વચ્ચે 10 ગણો વધુ તફાવત જોવા મળ્યો છે.

- Advertisement -

તેવી જ રીતે તેલંગાણા રાજયમાં પણ આ મહામારીમાં નોંધાયેલા સત્તાવાર મૃત્યુઆંક કરતાં લગભગ આઠ ગણા વધુ મૃત્યુના દાવા મળ્યા છે – 3,993 નોંધાયેલા મૃત્યુની સામે 31,053 દાવાઓ મળ્યા છે. જે પૈકી તેલંગાણાએ 22,873 દાવા મંજૂર કર્યા છે અને 16,962 કેસમાં વળતરની રકમ ચૂકવી છે. ગુજરાત સરકારને સર્વોચ્ચ અદાલત દ્વારા કોવિડ વળતર યોજનાની વ્યાપક પ્રસિદ્ઘિ કરવા માટે ઉદાહરણ તરીકે ટાંકવામાં આવી હતી. જોકે આ પહેલા મૃત્યુ અંગેની દાવા અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે સ્ક્રુટીની મિકેનિઝમ દાખલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કાન આમળ્યા હતા. કોર્ટ દ્વારા બે વાર પોતે નિર્ધારીત કરેલી માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવાનું સૂચન કર્યા પછી પણ સ્ક્રુટિની પ્રક્રિયા દાખલ કરવાને લઈને જઈએ રાજયની અમલદારશાહીને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે કોવિડ મૃત્યુ વળતર માટે દાવાની પાત્રતા માટેની એકમાત્ર આવશ્યકતા પોઝિટિવ આરટીપીસીઆર ટેસ્ટ અને ત્યાર બાદ 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ આ બે જ બાબતો જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular