લાલપુર-જામજોધપુર તાલુકાના રોડ રસ્તા માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ હેમતભાઈ ખવા દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અને જામજોધપુર વિસ્તારના રસ્તાઓ છેલ્લાં લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. આ અંગે વારંવાર લેખિત, મૌખિક તથા આવેદન સ્વરૂપે રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ નકકર પગલાં ભરવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે.
ગત વર્ષે જામનગર જિલ્લાના છ તાલુકાઓમાં મંજુર થયેલ રસ્તાઓની બાબતમાં પણ સહુથી વધુ જામનગર તાલુકામાં 57 કરોડ 30 લાખના રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા અને લાલપુર તાલુકામં માત્ર 3 કરોડના રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે.
હાલમાં લાલપુર તાલુકાના છવ્વીસ રોડ કે જે સરકારના 7 વર્ષે રીસરફેસ કરવાના નિયમ થતાં વધારે સમયથી ખરાબ હાલતમાં છે. છ રસ્તાઓ છેલ્લાં ઘણાં દસ વર્ષથી વધારે સમય નવા બનાવવામાં કે રીપેરીંગ કરવામાં નથી આવ્યાં. આ સમસ્યાનો નિકાલ કરી તાત્કાલિક ધોરણે પ્રજાના હિતમાં લાલપુર તાલુકાને વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવી રસ્તા નવા બને તેવી માંગ છે. આ ઉપરાંત લાલપુરથી પીપરટોડાને જોડતો માર્ગ નવો બનાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી માંગ છે.