પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે વડાપ્રધાનને પત્ર લખી લિંકિંગની મુદત છ મહિના વધારવા અને 1,000ની ફી રદ કરવાની વિનંતી કરી છે. અધીર રંજને જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગના નોટિફિકેશન મુજબ લોકો માટે 31 માર્ચ, 2023 સુધી 1,000 ચૂકવી આધાર કાર્ડ અને આધારને ઓનલાઇન લિંક કરવાનું ફરજિયાત બનાવાયું છે. એવું નહીં થાય તો પાન નિષ્ક્રિય થઈ જશે. અધીર રંજને જણાવ્યું હતું કે, હું વિનંતી કરૂં છું કે ભારતીયો મોટી સંખ્યામાં દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહે છે, જ્યાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી. અધીર રંજને દાવો કર્યો હતો કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો નિર્દોષ નાગરિકો પાસેથી ગેરકાયદે ફી ઉઘરાવી રહ્યા છે.