Saturday, October 19, 2024
Homeરાજ્યખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટરની સમસ્યા અંગે રજૂઆત

ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટરની સમસ્યા અંગે રજૂઆત

ખંભાળિયા નગરપાલિકાના હોદેદારો દ્વારા સમસ્યાના નિરાકરણ માટે માંગણી

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટરમાં ઉભરાતા પાણી અને ભૂર્ગભ ગટરમાં ભૂતિયા જોડાણ સહિતની સમસ્યાઓ અંગે કલેકટર તથા પાણી પૂરવઠા અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળીયા નગરપાલીકા વિસ્તારમાં આશરે 43 ક2ોડના ખર્ચે અદ્યતન ભૂગર્ભ ગટર યોજના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ કોન્ટ્રાકટર દ્વારા પાણીના નિકાલની કે તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચાલુ ર્ક્યા વિના જ નગરપાલીકાને ભૂગર્ભ ગટર સંભાળવા કથિત રીતે દબાણ ર્ક્યા બાદ પાલીકાએ અધૂરી કામગીરી વાળું કામના સંભાળતાં લાંબા સમયથી કરોડો રૂપિયાની ભૂગર્ભ યોજના શરૂ ન થઇ શક્તા લોકોને વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહયો હોય આશરે છ માસથી ઠેર ઠેર અનેક જગ્યાએ ગટરના ઉભરાતા પાણી અંગે અવાર નવાર પ્રશ્નો ઉઠવાની સાથે ભૂગર્ભ ગટરમાં ભૂતિયા જોડાણોની પણ ફરીયાદો ઉઠી હોય ઉભરાતી ગટરથી ચોમાસા તથા કોરોનાકાળમાં શહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરો તોળાઇ રહયો છે. આથી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ અંગે પાલીકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉ.પ્ર.જગુભાઇ રાયચુરા તથા કારો.ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા જિલા કલેકટર તથા પા.પુ.અધિકારીને આ અંગે રજૂઆતો કરી શહેરમાં ગંદકી માટે ઉભરાતી ગટરો જવાબદાર હોવાનું જણાવી તુરંત જ ઘટતું કરવા માંગ કરાઇ છે. આ સાથે 39 થી 49 જગ્યાએ ઉભરાતી ભૂગર્ભ ગટરોની ટાંકીઓ અને છલકાતાં ગંદા પાણીથી અનેક વોર્ડમાં સમસ્યા હોવાની પણ રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular