દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે રાજ્યોમાં લોકડાઉન અને જુદા જુદા પ્રકારના પ્રતિબંધ લગાવાવમાં આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન કેન્સલ થવાના અહેવાલર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ્દ રહેશે. જોકે ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી ટ્રેનને કેન્સલ કરવા સાથે જોડાયેલ કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ટ્રેન રદ્દ કરવા સાથે જોડાયેલ વાયરલ ખબરનું ફેક્ટ ચેક કરતાં તેને ફગાવી દીધી છે.
પીઆઈબીએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ અહેવાલ જૂના છે. રેલવે મંત્રાલયે 31 માર્ચ, 2021 સુધી ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય નથી લીધો. આ જૂના અહેવાલને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.