Sunday, December 22, 2024
Homeબિઝનેસશેરબજારના ઇન્સાઇડર ટ્રેડિંગ અંગે જાણ કરો અને ઇનામ મેળવો

શેરબજારના ઇન્સાઇડર ટ્રેડિંગ અંગે જાણ કરો અને ઇનામ મેળવો

ઇન્સાઇડર ટ્રેડિંગ રોકવા અપાતા રિવોર્ડની રકમ એક કરોડથી વધારી રૂા.10 કરોડ કરવામાં આવી

- Advertisement -

દેશનાં શેરબજારોમાં કંપનીના પ્રમોટર્સ દ્વારા શેરનાં મૂલ્યમાં કૃત્રિમ વધારો કરવા ઈનસાઈડર ટ્રેડિંગ કરવામાં આવે છે. સેબીએ આ પ્રકારનાં ઈનસાઈડર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે અને તે માટે કેટલીક નિયમનકારી જોગવાઈઓ કરી છે. સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની જાણ કરનાર વ્હીસલ બ્લોઅરને આપવામાં આવતી રિવોર્ડની રકમ રૂ. 1 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરી છે. આને કારણે વ્હીસલ બ્લોઅરને ઈનસાઈડર ટ્રેડિંગ અંગે સેબીને જાણ કરવા પ્રોત્સાહન મળશે.

- Advertisement -

વ્હીસલ બ્લોઅરને ચૂકવવાપાત્ર રકમ જો રૂ. 1 કરોડથી વધી જતી હોય તો તેવા કિસ્સામાં સેબી દ્વારા વચગાળાનાં રિવોર્ડ પેટે રૂ. 1 કરોડ અપાશે અને બાકીની રકમ સેબી દ્વારા ચૂકવવાપાત્ર રિવોર્ડની બાકી રકમથી બમણી હોય તો સેબી દ્વારા નાણાકીય મંજૂરી આપવામાં આવ્યા પછી ચૂકવાશે. માહિતી આપનારને ચૂકવવાની રિવોર્ડની રકમ રૂ. 1 કરોડ કે તેથી ઓછી હોય તો સેબી દ્વારા ફાઈનલ ઓર્ડર જારી કર્યા પછી તે રકમ ચૂકવાશે.

સેબીએ મંગળવારે લિસ્ટેડ કંપનીઓ માટે કરવામાં આવેલા કેટલાક સુધારાને મંજૂરી આપી છે. નવા નિયમો મુજબ કંપનીમાં સ્વતંત્ર ડિરેકટર્સની નિયુક્તિ કે તેમને દૂર કરવા માટે કંપનીએ ખાસ ઠરાવ રજૂ કરવો પડશે અને શેરહોલ્ડર્સની મંજૂરી મેળવવી પડશે.નવા સુધારેલા નિયમો 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.

સ્વતંત્ર ડિરેકટર્સ માટેના નિયમો: એટ એ ગ્લાન્સ: સ્વતંત્ર ડિરેકટર્સની નિમણૂક કે રિએપોઈન્ટમેન્ટ કે હોદ્દા પરથી દૂર કરવા તમામ લિસ્ટેડ કંપનીઓનાં શેરહોલ્ડર્સ દ્વારા ખાસ ઠરાવ પસાર કરવાનો રહેશે. સ્વતંત્ર ડિરેકટર્સની પસંદગી વખતે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની પ્રોસેસ અનુસરવાની રહેશે. ID ની નિયુક્તિ માટે જરૂરી કુશળતાનાં ધોરણો સહિતની વિગતો પારદર્શક રીતે જાહેર કરવાની રહેશે. કંપનીમાં હાલની IDની જરૂરિયાતને બદલે બે તૃતીયાંશ ડિરેકટર્સને સામેલ કરવા NRCની જોગવાઈઓમાં સુધારા કરવા પડશે. તમામ IDની નિયુક્તિ માટે મંજૂરી કંપનીની પછીની જનરલ મિટિંગમાં કે નિયુક્તિથી 3 મહિનામાં લેવાની રહેશે.કૂલિંગ પિરિયડ 3 વર્ષનો રાખવાનો રહેશે. કંપની કે તેની હોલ્ડિંગ કંપની કે પેટા કંપની કે સહયોગી કંપનીમાં કર્મચારીઓનાં સગાઓ કૂલિંગ પિરિયડ વિના ID બની શકશે. IDનો રાજીનામા પત્ર તમામ વિગતો સાથે જાહેર કરવો પડશે જેમાં તેમની હાલની ડિરેકટરશિપ અને બોર્ડ કમિટીની મેમ્બરશિપ જાહેર કરવાની રહેશે. એક જ કંપનીમાં હોલટાઈમ ડિરેક્ટરમાંથી ID બને તો કૂલિંગ પિરિયડ 1 વર્ષનો રહેશે. ઓડિટ કમિટીમાં 2/3 સભ્યો ID હોવા જોઈશે અને તમામ વ્યવહારો ID દ્વારા મંજૂર કરાયેલા હોવા જોઈશે. ટોચની 1000 કંપનીઓએ તેેનાં ડિરેકટર્સ તેમજ ઓફિસર્સનો વીમો લેવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular