Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયઆ રાજ્યમાં જરૂરીયાતમંદોને વિનામૂલ્યે અપાશે રેમેડેસિવિર

આ રાજ્યમાં જરૂરીયાતમંદોને વિનામૂલ્યે અપાશે રેમેડેસિવિર

- Advertisement -

દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો ઓક્સિજન, બેડ, રેમેડેસિવિર સહીત અનેક દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. તેવામાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્રારા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રેમેડેસિવિર આપવાની જાહેરાત કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર તમામ સરકારી હોસ્પિટલો માટે રેમેડિસવીર ઇંજેકશનની વ્યવસ્થા કરી રહી છે,અહીંયા સારવાર લઇ રહેલ દર્દીઓને ઈન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવશે.

- Advertisement -

સરકાર આ ઇન્જેક્શન સરકારી હોસ્પિટલોને આપશે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ કંપનીઓ અને બજારોમાંથી રેમેડેસિવિર ખરીદવા પડશેપડશે. જો ખાનગી હોસ્પિટલમાં કોઈ રેમેડિસિવર ઇન્જેક્શન ઉપલબ્ધ નથી અને દર્દી માટે ખૂબ જ જરૂરી હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટ અને સીએમઓ દર્દીને આ ઈન્જેક્શન પ્રદાન કરશે.

મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે રેમેડિસિવર ઈન્જેક્શનને લગતા અનેક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં રે રેમેડેસિવિર જેવી કોઈ પણ જીવનરક્ષક દવાની કમી નથી. તેનો પુરવઠો દરરોજ વધી રહ્યો છે. તેમણે સૂચના આપી છે કે, જિલ્લાઓની માંગને ધ્યાનમાં રાખીને રેમેડેસિવિર આપવામાં આવે. જો જરૂર હોય તો, ખાનગી હોસ્પિટલોમાં પણ નિશ્ચિત દરે રેમેડેસિવિર આપવી જોઈએ. પોલીસ તેના બ્લેક માર્કેટિંગ પર પણ સતત નજર રાખી રહી છે.

- Advertisement -

યોગી આદિત્યનાથે ચેતવણી આપી છે કે જે લોકો કોવિડ દવાઓનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે તેમની વિરુધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારને એ પણ નિર્દેશ આપ્યો છે કે કોરોનાના સંક્રમણને રોકવા માટે 108-એમ્બ્યુલન્સ સેવાઓનો 50 ટકા ઉપયોગ કોરોના દર્દીઓ માટે કરવામાં આવશે. મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જ્યારે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોના અંતિમ સંસ્કાર માટે કોઈ પૈસા નહી લેવામાં આવે અને ગરીબ લોકોને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવાનો આદેશ પણ આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular