Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆત્મનિર્ભર ભારત ખાતર માટે ચીન પર નિર્ભર !

આત્મનિર્ભર ભારત ખાતર માટે ચીન પર નિર્ભર !

દેશભરમાં રવિ સિઝન પૂર્વે ખેડૂતો ખાતર શોધવા રઝળપાટ કરે છે

- Advertisement -

- Advertisement -

દેશના અનેક રાજ્યોમાં ખાતરની તંગીની ઉઠેલી ફરિયાદો વચ્ચે રવી પાકના વાવેતર પહેલા ખેડૂતો પરેશાન છે. ઉત્તરપ્રદેશના લલિતપુરમાં ખાતરના સંકટ વચ્ચે બે ખેડૂતોએ જીવ ગુમાવ્યાની ઘટના બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી શુક્રવારે મૃતક ખેડૂતોના પરિવારજનો મળવા દોડી ગયા હતા.

કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તાજેતરમાં સ્વીકાર કર્યો હતો કે ખાતરની મામૂલી તંગી છે. ભાવ વધારા માટે તેમણે આંતરરાષ્ટ્રીય કિંમતોને જવાબદાર ઠેરવી હતી. તેમણે બચાવ કર્યો કે ડીએપીની આપણે આયાત કરીએ છીએ અને ભાવ પણ વધી ગયા છે. ચોંકાવનારી બાબત છે કે દેશમાં ડીએપી ઉત્પાદનના 6 પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર માને છે કે ઉત્પાદન કરતાં આયાત સસ્તી પડશે ! ભારત પોતાની મોટાભાગની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે અને ચીન મોટુ સપ્લાયર છે. નિષ્ણાતો અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવને કારણે કંપનીઓ ફંડના અભાવે ધીમી ગતિએ ખરીદી કરી રહી છે જેથી અછત સર્જાઈ છે. સ્ટોક ઓછો હોવાથી આયાત વધારવી પડશે.

યુપીમાં ખાતરના સંકટને કારણે માહોલ તંગ છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી અને સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી નથી. લખીમપુર ખીરીના બનાવ બાદ રાજ્યમાં ખાતરના સંકટને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. ખાતરની તંગી મુદ્દે સપા, બસપા અને કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ મોરચો માંડયો છે.

રવી પાક માટે જરૂરી પોષક તત્ત્વો ડીએપી (ડાયમોનિયમ ફોસ્ફેટ) અને એમપીઓ (મ્યૂરેટ ઓફ પોટાશ)ની દેશમાં તંગી છે. સ્થિતી પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર જમાખોરો પર ધોંસ બોલાવી રહી છે. યુપી ઉપરાંત પંજાબ,હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં ખેડૂતોએ ખાતરની તંગીની ફરિયાદ ઉઠાવી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ ખાતર ઉત્પાદક કંપનીઓએ વર્તમાન રવી સિઝન દરમિયાન ડીએપી તથા અન્ય ખાતરની છૂટક કિંમતમાં વધારો ન કરવા નિર્દેશ આપ્યો હતો. ખેડૂતોની ફરિયાદ છે કે રવી પાક માટે જરૂરી ખાતર પૂરતાં પ્રમાણમાં મળી રહ્યું ન હોવાથી વાવેતરને પ્રતિકૂળ અસર થઈ રહી છે. એક એકર જમીનમાં વાવેતર માટે 4પ કિલોની એક બેગની જરૂર પડે છે જે મળતી નથી. અનેક રાજ્યોમાં ખાતરની અછતના અહેવાલોને પગલે ખેડૂતો ખાતર વેંચતી પેઢીઓમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular