Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાંસદની જાગૃતતા અને અથાગ મહેનતના કારણે બ્રાસ ઉદ્યોગકારોને રાહત

સાંસદની જાગૃતતા અને અથાગ મહેનતના કારણે બ્રાસ ઉદ્યોગકારોને રાહત

- Advertisement -

હાલારના લોકલાડીલા સાંસદ હંમેશા હાલારવાસીઓની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. લોકોના નાના મોટા પ્રશ્ર્નોને સરળતાથી દૂર કરીને લોકોને રાહત અપાવી સાંસદ હરહંમેશ તૈયાર જ હોય છે. ત્યારે જામનગરમાં બ્રાસ કાસ્ટીંગને સ્પર્શતા એન્વાર્યમેન્ટ કલીયરન્સના પ્રશ્ર્ને જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના બ્રાસ ઉદ્યોગકારોએ સાંસદ પૂનમબેન માડમને એન્વાયર્રમેન્ટ કલીયરન્સ માટે રજૂઆત કરતા તેમણે છ માસની મુદ્ત મળી છે.

- Advertisement -

કેન્દ્રની ગ્રીન ટ્રીબ્યુનલના ચૂકમાદાની જોગવાઈને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં જામનગરના બ્રાસઉદ્યોગમાં કાસ્ટીંગ કરતાં બ્રાસ ફાઉન્ડ્રી ઉદ્યોગકારોને એન્વાર્યમેન્ટ કલીયરન્સ લેવાની જવાબદારી ઉભી થતા નિર્માણ થયેલ પરિસ્થિતિમાં મોટા ભાગના એકમોનો સમાવેશ થઈ જતો હોય આ પ્રશ્ર્ને જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના હોદ્ેદારો તથા સંલગ્ન ઉદ્યોગકારો દ્વારા જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને તેઓએ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવનો સંપર્ક કરી ઉપસ્થિત થયેલ પરિસ્થિતિથી તેઓને વાકેફ કરેલ હતાં. ત્યારબાદ એસોસિએશનનું પ્રતિનિધિમંડળ પૂનમબેન માડમની આગેવાની હેઠળ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત માટે દિલ્હી ગયેલ હતું. કેન્દ્રીય મંત્રીની જામનગર મુલાકાત દરમિયાન પણ પૂનમબેન માડમે એસોસિએશનના પ્રતિનિધિઓની તેઓ સાથે બેઠક કરાવે હતી. આખરે સાંસદ પૂનમબેન માડમની અથાગ મહેનતના કારણે વન અને પર્યાવરણ મંત્રાલયે એન્વાર્યમેન્ટ કલીયરન્સ લેવા માટેની મુદ્તમાં 06 માસનો વધારો કરી આપેલ છે. આમ સાંસદની જાગૃત્તિ તથા ઉદ્યોગ પ્રત્યેની સંવેદનનાને કારણે બ્રાસ ઉદ્યોગના ઉદ્યોગકારોને હાલ પૂરતી ખૂબ જ રાહત થયેલ છે. તે ઉપરાંત સાંસદ એ છ માસની મુદ્ત દરમિયાન આ પ્રશ્ર્નોના કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરશે તેવું આશ્ર્વાસન આપેલ છે. આમ ફરી એકવખત સાંસદની જાગૃતતાને કારણે બ્રાસ ઉદ્યોગ પર આવેલી આ મુસીબત દૂર કરવામાં સફળતા મળેલ છે. તેમ સંસ્થાના માનદમંત્રી મનસુખ વી. સાવલાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular