Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ અને...

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ અને પુન:સ્થાપનની સધન કામગીરી કરાઈ

59 લોકોનું રેસ્ક્યુ, 300 લોકોને સ્થળાંતરીત કરાયા- - 11 હજારથી વધુ ફુડ પેકેટનું વિતરણ કરાયું -

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી ગયેલા ભારે વરસાદની પરિસ્થિતિબા પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ અને પુન:સ્થાપનની કામગીરીના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએથી કુલ 59 લોકોનું પોલીસ, ફાયર અને એન.ડી.આર.એફ. તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમોના સહયોગથી રેસ્ક્યુ કરાયું હતું. ભારે વરસાદના પગલે અગમચેતીના પગલાંરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 303 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુમાં વિવિધ જગ્યાઓએ પાણી ભરાઈ જતાં લોકોને મદદ પહોંચાડવા માટે 11 હજારથી વધુ ફુડપેકેટનું વિતરણ સંબંધિત સ્થળોએ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

અસરગ્રસ્તોને સમયસર સહાય મળે તે હેતુથી ભારે વરસાદથી કાચા તેમજ પાકા મકાનોને થયેલા થયેલ નુકસાનનો સર્વે કરવાની કામગીરી તત્કાલીક શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રાપ્ત વિગત અનુસાર 4 કાચા મકાનો અને 7 પાકાં મકાનોને અંશતઃ નુકસાન અને 5 પાકાં મકાનો પડી ગયેલ છે. વધુમાં 4 સરકારી મકાનોને નુકસાન થયેલ છે. ભારે વરસાદને પગલે 4 માનવ મૃત્યુ તેમજ 23 પશુ મૃત્યુ થયા છે. જેની સહાય ચૂકવણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.

કલ્યાણપુર તાલુકાના દેવળિયાથી ચાચલાણા હર્ષદ તરફ જતાં રસ્તાનાં પુલને પણ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે 943 જેટલા વીજપોલ પડી ગયા છે. જેને રીસ્ટોર કરીને વીજપુરવઠો પૂર્વરત કરવા માટેની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

- Advertisement -

વરસાદની સ્થિતિને પગલે નાગરિકોની સલામતી માટે 14 જેટલા રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે તેમજ એસ.ટી.ના બે રૂટ મુસાફરોની સલામતીને ધ્યાને લઈ બંધ રાખવામાં આવ્યા છે. વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી દૂર કરવાની, ક્લોરીનેશન, દવા છંટકાવ તેમજ સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લાની સિંચાઈ યોજનાઓની સ્થિતિમાં તમામ 14 ડેમો ઓવરફ્લો થઈ રહેલ છે. વરસાદની પરિસ્થિતીના પગલે જિલ્લા કલેકટર જી.ટી. પંડયા દ્વારા લોકોને ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

- Advertisement -

 

વીજ પુરવઠા પુનઃ સ્થાપનની કામગીરી: 639 વીજપોલ પુન: સ્થાપિત કરાયા –

 

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લીધે સંખ્યાબંધ વીજ પોલ પડી જવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિમાં નવા પોલ ઊભા કરીને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત જિલ્લાનાં ચારેય તાલુકાના જુદા જુદા ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે ક્ષતિગ્રસ્ત થાંભલાઓને દૂર અથવા રીપેર કરીને લગભગ 639 થી વધુ વીજપોલ રીસ્ટોર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સંબંધિત ફીડરોમાં વીજપુરઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. બાકીના અમુક ફીડરોમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે નવા વીજપોલ લગાવવાની અને સંબંધીત કામગીરી ઝડપભેર હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular