Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાહત : બે દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડો

રાહત : બે દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડો

રવિવારે દેશમાં 3.68 લાખ કેસ નોંધાયા, 3 લાખથી વધુ દર્દીઓ કોરોના મુકત થયાં

- Advertisement -

છેલ્લા બે દિવસથી દેશમાં કોરોનાના નવા કેસનાં ઘટતાં જતાં આંકડા રાહત આપનારા બની રહયા છે. શુક્રવારે કોરોનાના નવા કેસનો આંકડો 4 લાખને પાર કરી ગયા બાદ શનિવાર અને રવિવારે તેમાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 મહિનાથી ગંભીર કટોકટીનો સામનો કરી રહેલાં ભારત માટે આ આંકડાઓ થોડી રાહત આપનારા બની ગયા છે. રિકવરી રેટ પણ ઝડપભેર વધી રહ્યો છે. પરિણામે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહયો છે.

- Advertisement -

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ 99 લાખ 19 હજાર 715 પર પહોંચી ગઈ છે. મતલબ કે આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. ભારત એવો બીજો દેશ હશે જ્યાં 2 કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા હશે. અમેરિકામાં સૌથી વધુ 3.38 કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. છેલ્લા બે દિવસથી નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. રવિવારે દેશમાં 3 લાખ 68 હજાર 147 દર્દીઓ નોંધાયા છે. 3,00,732 લોકો સાજા થયા. શુક્રવારે દેશમાં રેકોર્ડ 4 લાખ 2 હજાર 14 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જે શનિવારે ઘટીને 3 લાખ 92 હજાર 459 થયા હતા.

સૌથી વધુ મૃત્યુવાળા દેશોમાં ભારત મેક્સિકોને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 18 હજાર 945 લોકોનાં મોત થયાં છે. આ મુદ્દે અમેરિકા પ્રથમ નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલમાં 4.07 લાખ લોકોનાં મોત થયાં છે. ચોથા નંબર પર પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular