Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયભિષણ ગરમી બાદ દેશના અનેક વિસ્તારોમાં રાહતની વર્ષા

ભિષણ ગરમી બાદ દેશના અનેક વિસ્તારોમાં રાહતની વર્ષા

હરિયાણા-જમ્મુ-કાશ્મિર અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત : સૌરાષ્ટ્રના ગિરસોમનાથ અને અમરેલી જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ કરા સાથે વરસ્યો વરસાદ : પ.બંગાળ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં પણ વરસાદથી રાહત

- Advertisement -

દેશના અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ભિષણ ગરમી બાદ રાહતરૂપ વરસાદ થયો છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને આ વરસાદે થોડી રાહત આપી છે. તાપમાનનો પારો 48 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ ઘણા વિસ્તારોમાં ગઇકાલે રાત્રે અને આજે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવિજ સાથે ક્યાંક હળવો તો ક્યાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને પશ્ર્ચિમ ભારતમાં ઉત્તરી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મિર તેમજ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે તોફાની વરસાદ વરસ્યો છે. જમ્મુ, ચંદીગઢ, દિલ્હી સહિતના શહેરોમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતાં લોકોને રાહત સાંપડી છે.

- Advertisement -

વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઇ છે. બીજીતરફ પશ્ર્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વરસે એપ્રિલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી છે. જે છેલ્લા 122 વર્ષની સૌથી વધુ હોવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં હિટવેવના દિવસોમાં પણ વધારો થયો છે. જેને કારણે વિજળી, પાણી જેવી અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. સાથે સાથે મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં લૂ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આવી ભિષણ ગરમી વચ્ચે વરસાદ રાહતરૂપ બની રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular