Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરિલાયન્સે શેરધારકોને આપ્યું રૂા. 8નું ડિવીડન્ડ

રિલાયન્સે શેરધારકોને આપ્યું રૂા. 8નું ડિવીડન્ડ

રીટેલ વ્યવસાયની વાર્ષિક આવક રૂ. 2,00,000 કરોડ નજીક : રીટેલ વ્યવસાયનો રૂ. 12,423 કરોડનો ઊઇઈંઝઉઅ ઐતિહાસિક ઊંચાઈએ: ડિજીટલ સર્વિસીસની વાર્ષિક આવક રૂ. 1,00,000 કરોડને પાર

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિણામો જોઇએ તો વર્ષ દરમિયાન આવક 47 % વધીને રૂ. 7,92,756 કરોડ (104.16 બિલિયન અમેરિકી ડોલર), એબિટ્ડા (18311124) 28.8 % વધીને રૂ. 1,25,687 કરોડ (16.6 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો 26.2 % વધીને રૂ. 67,845 કરોડ (9.0 બિલિયન અમેરિકી ડોલર) થયો, રોકડ નફો 38.8 % વધીને રૂ. 110,778 કરોડ (14.6 બિલિયન અમેરિકી ડોલર) હતો. ઇપીએસ (15) રૂ. 92.0, 20.5 % નો વધારો થયો છે.

- Advertisement -

વર્ષ દરમિયાન આવક 17.1 % વધીને રૂ. 95,804 કરોડ (12.6 બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન 12811127 20.9 % વધીને રૂ. 39,112 કરોડ (પ.2 બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન ચોખ્ખો નફો 23.6%ની વૃધ્ધિ સાથે રૂ. 15,487 કરોડ (2.0 બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન રોકડ નફો 21.6 % વધીને રૂ. 34,639 કરોડ (:*4.6 બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન કુલ ડેટા ટ્રાફિક 91.4 બિલિયન જી.બી. (46.3 %ની વૃધ્ધિ) થયો છે.

વર્ષ દરમિયાન આવક રૂ. 1,99,704 કરોડ (26.3 બિલિયન અમેરિકન ડોલર) રહી, જે 26.7 % વધારો દર્શાવે છે, વર્ષ દરમિયાન 12111197. રૂ. 12,381 કરોડ (1.6 બિલિયન અમેરિકન ડોલર) રહી, જે 26.5 % વધારો દર્શાવે છે. વર્ષ દરમિયાન ચોખ્ખો નફો રૂ. 7,055 કરોડ (931 મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે 28.7 % વધારો દર્શાવે છે. વર્ષ દરમિયાન રોકડ નફો રૂ. 9,848 કરોડ (1.3 બિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે 32.1 % વધારો દર્શાવે છે.
પરિણામો અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી રોગચાળાની સ્થિતિ અને ભૂ-રાજકીય અનિતિતા છતાં પણ રિલાયન્સે નાણાંકીય વર્ષ 2021-22માં ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું છે. અમારા ડિજીટલ સર્વિસીસ અને રીટેલ સેગમેન્ટમાં મજબૂત વૃધ્ધિ અંગે જણાવતાં હું પ્રસન્નતા અનુભવું છું. અમારા 02એ વ્યવસાયે મજબૂત પ્રતિરોધકતા પૂરવાર કરી છે અને એનર્જી માર્કેટ્સમાં ઘણાં ઉતાર-ચઢાવ છતાં પણ મજબૂત રીકવરી દર્શાવી છે. અમારા રીટેલ વ્યવસાયે 15,000 સ્ટોર્સનું સિમાચિન્હ પાર કર્યું છે. જિયો ફાઇબર લોન્ચના માત્ર બે વર્ષમાં હવે સૌથી મોટી બ્રોડબેન્ડ પ્રોવાઇડર બની ગઈ છે. ઓઇલ અને ગેસ વ્યવસાયો હવે સ્થાનિક ગેસ ઉત્પાદનમાં 20 %નો ફાળો આપે છે.

- Advertisement -

અમારી કંપની ન્યૂ એનર્જી અને ન્યૂ મટીરીયલ બિઝનેસમાં ઘણી પ્રગતિ કરી રહી છે તે અંગે હું ખાસ પ્રસન્નતા વ્યક્ત કરૂં છું. જામનગરમાં 5,000 એકરમાં ન્યૂ એનર્જી ગીગા ફોક્ટરી કોમ્પ્લેક્સ વિકસાવવા આગળ વધી રહ્યા છીએ. અને મજબૂત વૈશ્ર્વિસ ભાગીદારી સાથે, મને વિશ્ર્વાસ છે કે રિલાયન્સ ભારત માટે સાતત્યપૂર્ણ અને પોષણક્ષમ ન્યૂ એનર્જી સોલ્યુશન્સ તૈયાર કરશે જે ભારતની વધતી જતી ઊર્જા માગને પૂરી કરવાની સાથે સુનિતિ કરશે કે આપણે 2035 સુધીમાં નેટ કાર્બન ઝીસો થવાના આપણાં મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular