Monday, December 23, 2024
Homeરાજ્યભ્રષ્ટાચાર નિવારણના કાયદા અન્વયે ઝડપાયેલ ઉપસરપંચની જામીન મુક્તિ

ભ્રષ્ટાચાર નિવારણના કાયદા અન્વયે ઝડપાયેલ ઉપસરપંચની જામીન મુક્તિ

- Advertisement -

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ચુંર ગામે વર્ષ 2016માં ગ્રામસભામાં રબારી વાસમાં પાણીના ટાંકાનું કામ ત્થા અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનનું કામ સરકારની 14માં નાણા પંચની ગ્રાન્ટમાંથી કરવા માટેની બહાલી મળવામાં આવેલ આ બહાલી અન્વયે ઈજનેર ધ્વારા મંજુરીઓ લેવામાં આવેલ અને ત્યારબાદ વર્ષ 2017ના અરસામાં આ કામ પુર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર મદદનીશ ઈજનેર ધ્વારા આપવામાં આવ્યું હતું. આમ, આ કામ થઈ ગયેલ હોય ત્યાર બાદ વર્ષ 2019માં સરકાર ધ્વારા ઓડીટ હાથ ધરવામાં આવેલ અને સરકાર એ ગુજરાત રાજયમાં અલગ અલગ થયેલ વિકાસ કામોની બહાલી અર્થેનો ભૌતીક ચકાસણી કરી અને કામની ગુણવતાઓના અહેવાલો માંગેલ જે અન્વયે સરકાર ધ્વારા તમામ કામોની ભૌતીક ચકાસણી કરવા માટે જીલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સભ્યોની ટીમ બનાવેલ અને આ સભ્યો ધ્વારા રેન્ડમલી તપાસ હાથ ધરતા ચુર ગામમાં જે વિકાસની કામગીરી મંજુર કરવામાં આવેલ છે તેવું કોઈ જ પ્રકારનું કામકાજ કરવામાં આવેલ ન હોવાનું બહાર આવેલ હતું અને આ પ્રકારે કોઈ જ ભૌતીક કામ સ્થળ ઉપર થયેલ ન હોવાનું માલુમ પડયું હતું. જામનગર જીલ્લા વિકાસ અધિકારીને અહેવાલ તૈયાર કરી અને મોકલવામાં આવેલ જેમાં આ કામ ચોપડા ઉપર થઈ ગયેલ હોવાનું માલુમ પડેલ અને અંદાજે રૂા.1,88,940ના ખોટા બીલો બનાવી અને ખોટા બીલોનો સાચા તરીકે ઉપયોગ કરી અને આ કામ માત્ર અને માત્ર ચોપડે થયેલ હોય અને આ કામમાં સરપંચો-તલાટી મંત્રીઓ અને ઉપસરપંચો અને ઈજનેરો ધ્વારા કૌભાંડ કરેલ હોવાની હકિક્તો સામે આવી હતી. તાલુકા વિકાસ અધિકારી જામજોધુપર ધ્વારા આ તમામ સામે એ.સી.બી.ની ફ2ીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ દાખલ થઈ જતાં આ સમય દરમ્યાન ઉપસરપંચના હોદા ઉપર કિશોરસીંહ લાલુભા જાડેજા હોય અને તેમને આ તમામ ખાટા બિલોની રકમ બેકંમાંથી ઉપાડ કરી અને તેમના પોતાના ખાતામાં જમા કરાવેલ હોવાનુ સામે આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ.

- Advertisement -

આરોપી ધ્વારા જામીન અરજી દાખલ કરતા તમામ રજુઆતો અને હકિક્તો ધ્યાને લઈ અને સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટે આપી ઉપસરપંચ કિશોરસીંહ લાલુભા જાડેજાને રૂા.20,000ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular