Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ સામે પુરવણી બિલ રદ્ તથા ભરેલ રકમ પરત મેળવવા કરેલ દાવો...

પીજીવીસીએલ સામે પુરવણી બિલ રદ્ તથા ભરેલ રકમ પરત મેળવવા કરેલ દાવો નામંજૂર

- Advertisement -

જામનગરના સુતરીયા મસલાવાળા હરિશભાઇ મનસુખભાઇ સુતરીયાનું રેસિડેન્ટ વિજ કનેકશનનું તા. 2-7-08ના રોજ હરિશભાઇની હાજરીમાં આઇસીસ્કોડ દ્વારા ચેકિંગ કાર્યવાહી અર્થે ચેકિંગ કરવામાં આવતાં ચેકિંગમાં મીટર પેટીનો સિલ વાયર કપાયેલ હતો એટલે કે, સીલ ટેમ્પર્ડ હતું. જેથી વિજ મીટરને વધુ ચકાસણી અર્થે લેબરોજકામ માટે કબજે લેવામાં આવ્યું હતું અને લેબોરેટરીમાં તા. 3-7-08ના રોજ હરિશભાઇ સુતરીયાની હાજરીમાં વિજ મીટરની તપાસણી કરવામાં આવતાં મીટર બોડી પરના સીલ વાયરમાં સાંધો કરી સીલના સિલિંગ હોલ પર ખોસીને અટકાવેલ ટેમ્પર્ડ કયુર્ં હતું. પીવી અને એમએમબીના સીલોને ચીરીને જોતાં તેનો સીલ વાયર પણ કાપીને ફરીથી સીલીંગના હોલમાં ખોસીને અટકાવેલ ટેમ્પર્ડ કર્યું હતું. મીટરને ખોલીને જોતાં અંદરની કરંટ કોઇલના આંટા ઓછા કરી નાખ્યા હતાં. તથા લોડ અને મેઇન ફેઇઝ વચ્ચે બ્લુ રંગના ઇન્સ્યૂલેટેડ વાયરની લુપ નાખેલી હતી.

- Advertisement -

આ સમગ્ર હકીકત હરિશભાઇને બતાવેલ હતી અને તેમણે કોઇપણ જાતના વાંધા-તકરાર વગર લેબરોજકામ રિપોર્ટમાં સહી કરી હતી. આમ મીટરના સીલો તથા કરંટ કોઇલ તેમજ અંદરના વાયરીંગ સાથેના ચેડા સ્પષ્ટ થતાં પીજીવીસીએલ કંપની દ્વારા હરીશભાઇ સુતરીયાને 1,34,565નું પાવર ચોરીનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું. જે બીલની રકમ હરીશભાઇએ કોઇપણ જાતના વાંધા-તકરાર વગર ભરી આપી હતી અને તે અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી પીજીવીસીએલમાં આપ્યું હતું. ત્યારબાદ હરિશભાઇ સુતરીયાએ જામનગરની કોર્ટમાં પુરવણી બીલ રદ્ કરવા તથા ભરેલ રકમ પરત મેળવવા દાવો દાખલ કર્યો હતો. જે દાવો જામનગરના પાંચમા એડી. સિનિ. સિવિલ જજ એન.એન. પાથરની કોર્ટમાં ચાલી જતાં જુબાનીઓ તથા લેખિત પુરાવાઓ તેમજ પીજીવીસીએલ કંપની તરફે કરવામાં આવેલ દલિલોને માન્ય રાખી કોર્ટે હરિશભાઇ સુતરીયાનો પુરવણી બિલ રદ્ કરવાનો તથા ભરેલ રકમ પરત મેળવવાનો દાવો નામંજૂર કરર્યો હતો. આ કેસમાં પીજીવીસીએલ તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોકભાઇ નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમ પરમાર, કલ્પેન રાજાણી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular