Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના આગમનને લઇ જામનગરમાં પોલીસ દ્વારા રીહર્સલ

વડાપ્રધાનના આગમનને લઇ જામનગરમાં પોલીસ દ્વારા રીહર્સલ

- Advertisement -

જામનગરના ગોરધનપર ખાતે રીસર્ચ સેન્ટર નિર્માણ થનાર છે. જેના શિલાન્યાસ તેમજ ભુમિપુજનનો કાર્યક્રમ આગામી તા. ૧૯ એપ્રીલના રોજ યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ડબલ્યુએચઓના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહેશે. વડાપ્રધાનના જામનગરના કાર્યક્રમને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જામનગરમાં પીએમના કાર્યક્રમ અનુસંધાને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -

રેન્જ આઇજી સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ જામનગર સહિતના જુદા જુદા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે. લોખંડી બંદોબસ્ત અને ચારેતરફ પોલીસ અધિકારીઓ, સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ મુખ્ય પોઇન્ટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઇ જામનગરમાં આજરોજ એસપીજી દ્વારા રીહર્સલ કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular