Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રીના આગમન પહેલાં વહીવટી અને પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ - VIDEO

મુખ્યમંત્રીના આગમન પહેલાં વહીવટી અને પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ – VIDEO

મુખ્યમંત્રીના આગમન પહેલાં તંત્ર દ્વારા એરપોર્ટથી લઇને સભાસ્થળ ધન્વન્તરી ઓડિટોરિયમ સુધીના રૂટનું કોન્વે રિહર્સલ અને ઓવરબ્રીજના લોકાર્પણ સહિતના સ્થળોની વિઝિટ અને નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ક્ષતિ ન રહી જાય તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -

આગામી સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જામનગરમાં જુદા જુદા 622 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આ પહેલાં મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, કલેક્ટર કેતન ઠક્કર, એસપી ડો. રવિ મોહન સૈની તથા મહાનગરપાલિકાના અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા મુખ્યમંત્રીના એરપોર્ટ પર આગમનથી લઇને ધન્વન્તરી ઓડિટોરિયમમાં સભાસ્થળ તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રીજનું લોકાર્પણ તેમજ અન્ય વિકાસ કાર્યોમાં જામનગર પોલીસ અધિક્ષક કચેરીનું ખાતમુહૂર્ત તથા ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ પહેલાં મુખ્યમંત્રીના કોન્વે રિહર્સલ માટે આજે વહીવટી અને પોલીસતંત્ર દ્વારા એરપોર્ટથી લઇને તમામ સ્થળે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે અને વિકાસ કાર્યોના સ્થળ નિરીક્ષણ તથા માર્ગ પરની સુરક્ષામાં કોઇ કચાશ ન રહી જાય તે માટેની તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular