Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારદ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રૂપે એસટી બસની સેવા શરૂ

દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રૂપે એસટી બસની સેવા શરૂ

સુદર્શન સેતુના લોકાર્પણ બાદ એસ.ટી. તંત્રનો તાકીદનો હકારાત્મક નિર્ણય

- Advertisement -

ગત રવિવારે દેવભૂમિ દ્વારકામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા દેશના સૌથી લાંબા કેબલ- સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે એસ.ટી. તંત્ર દ્વારા પણ યાત્રાળુઓની સુવિધા અર્થે બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે દર કલાકે એસ.ટી. બસ મળશે તેમ જાણવા મળ્યું છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે સુદર્શન સેતુના લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ બેટ દ્વારકા જવા-આવવા માટેના 4 રૂટોની મંજૂરી આપતા બેટ દ્વારકાના વિકાસના દ્વાર ખુલ્યા છે. આ બ્રિજ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે, જેથી બેટ દ્વારકા જનારા દરરોજના હજારો યાત્રિકોને આ સુવિધાનો લાભ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં છેલ્લા હજારો વર્ષોથી ફકત દરિયાઈ માર્ગે હોડી કે વહાણના માધ્યમથી વ્યકિતઓ અને માલ-સામાનનું પરીવહન થતું હતું. કોઈને તાત્કાલિક સંકટ આવી પડે એવી પરિસ્થિતિમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકોની આ વ્યથાને સમજીને પીએમના સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.બેટ દ્વારકાની જનતાને આઝાદીના 75 વર્ષ બાદ ખરા અર્થમાં પરિવહનની સ્વતંત્રતા મળી છે. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે સવારે 5 વાગ્યાથી શરૂ કરી મોડી રાત સુધી દર કલાકે બસ સેવા ચાલશે. ઉપરાંત અન્ય બે રૂટ અમરેલી- બેટ દ્વારકા અને માણસા બેટ દ્વારકા વચ્ચે બસ સેવાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. બેટ દ્વારકા જતા-આવતા યાત્રાળુઓમાં એસટી તંત્રના આ નિર્ણયથી આનંદની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular