AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોના વાયરસ હાલમાં આપણી વચ્ચે જ રહેશે અને બાદમાં તે એક મોસમી બીમારી બની જશે. તેઓએ જણાવ્યું છે કે AIIMSના અધ્યયન મુજબ 50થી60 ટકા બાળકોને કોરોના થઇ ચુક્યો છે અને તેની જાણ પણ થઇ નથી, ત્રીજી લહેરમાં બાળકોને માઈલ્ડ ઇન્ફેકશન લાગશે. ત્યારે ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચનાં સીમરન પાંડાએ કહ્યું કે, થોડા સમય બાદ કોરોના વાયરસ સામાન્ય ફ્લુ જેવો થઇ જશે અને તેનાથી બચવા માટે વેક્સીન લેવાની જરૂર પડી શકે છે.
ડો. ગુલેરિયા શુક્રવારે પંજાબ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કોવિડ-19 વિષય ઉપર લેકચર આપી રહ્યા હતા ત્યારે તેઓ વિવિધ સવાલોના જવાબ આપી રહ્યા હતા તે દરમીયાન તેઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ હવે ક્યાંય જવાનો નથી, તે આપણા જીવનનો એક ભાગ છે. હર્ડ ઈમ્યુનીટી આવી જશે એટલે કેસ ઘટી જશે અને કોરોના એક મોસમી બીમારી બની જશે અને ત્યારે જ આપણને માસ્ક પહેરવાથી છુટકારો મળશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના નિષ્ણાતોએ કહ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝાની જેમ કોરોના વાયરસ પણ સ્થાનિક તબક્કે પહોંચી શકે છે. તે છે, તે ચોક્કસ વસ્તી અને ક્ષેત્રમાં કાયમ અસ્તિત્વમાં રહેશે. જો કે, નિષ્ણાતોએ કહ્યું છે કે આ વાયરસનું મ્યુટેશન સામાન્ય છે અને તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી.