લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતો શખ્સ તેના મકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે 10 ભરેલા અને 16 ખાલી સહિત 26 બાટલા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતો શખ્સ તેના ઘરે ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો હોવાની પો.કો. અજયસિંહ ઝાલા, હેકો યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રામસ્વરૂપ મદનલાલ પારીકે નામના શખ્સને ઘરે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન રામસ્વરૂપના મકાનમાંથી નાના મોટા ગેસ ભરેલા 10 બાટલાઓ તથા 16 નંગ ખાલી બાટલાઓ અને ગેસ રીફીલીંગના સાધનો સહિત કુલ રૂા.61,500 નો મુદ્દામાલ મળી આવતા એલસીબીએ રામસ્વરૂપની અટકાયત કરી શક પડતી મિલકત તરીકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.