Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધુ રૂપિયા 100નો ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધુ રૂપિયા 100નો ઘટાડો

- Advertisement -

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ ઉપલબ્ધ છે.

- Advertisement -

1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ખૂણામાં મળશે.

આજથી દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા થઈ જશે. તે જ સમયે, હવે કોલકાતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા તે 2095 રૂપિયા હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત ઘટીને 1844 રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -

6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે, જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.

ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્ટમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પહેલા 2012.50 પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને 1976.50 રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular