જામનગર મહાનગરપાલિકા સંચાલિત મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જામનગર શહેરમાં આવેલ શાળાઓમાં મધ્યાહન ભોજન પીરસવા માટે કુક કમ હેલ્પર (મદદનીશ)ની 20 જગ્યાઓ તદ્ન હંગામી ધોરણે ભરવા માટે અરજીઓ મગાવવામાં આવે છે. આ જગ્યાઓ ઉપર અનુ.જાતિ, અનુ.જન જાતિ, વિધવા, ત્યક્તા મહિલાઓને સરકારના પરિપત્ર મુજબ અગ્રતા આપવામાં આવશે. કુક કમ હેલ્પર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 7 પાસ હોવા જોઇએ. સરકાર દ્વારા નિયત થયેલ કુક કમ હેલ્પરને માસિક રૂા. 1400 માનદ વેતન ચૂકવવામાં આવશે. અરજી કરનારની લઘુતમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ 60 વર્ષની રહેશે.
આ જગ્યાના અરજી ફોર્મ મામલતદાર મધ્યાહન ભોજન યોજનાની કચેરી, મહાનગરપાલિકા ફાયર સ્ટેશનની જુની ઓફિસ, જામનગરની કચેરીમાંથી તા. 29-9-2022 થી તા. 3-10-2022 સુધીમાં કચેરી સમય દરમિયાન મેળવી લેવાના રહેશે. સંપૂર્ણ ભરેલ અરજી ફોર્મ તા. 4-10-22 સુધીમાં જરુરી ડોકટરી પ્રમાણપત્ર તથા ઉમરના પુરાવા સાથે રુબરુમાં આપવાના રહેશે. અધુરી વિગતોના અરજી ફોર્મ રદ્ થવાને પાત્ર થશે. અરજી કરનાર ઉમેદવાર બેંક એકાઉન્ટ તથા આધાર કાર્ડ ધરાવતા હોવા જોઇએ. અરજી કરનાર ઉમેદવારને નિમણૂંક આપવી કે ન આપવી તે અંગેના અધિકાર મામલતદાર મધ્યાહન ભોજન યોજના મહાનગરપાલિકા, જામનગરના અબાધિત રહેશે.