જામનગરમાં આઇટીઆઇ કેમ્પસ ખાતે આવેલ રોજગાર અને તાલીમ કચેરીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ છ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ભરતી મેળામાં 200થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંથી વિવિધ કંપનીઓ દ્વારા 60થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.