Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક 318 કેસ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક 318 કેસ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીનો તાંડવ હજી ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 194 અને ગ્રામ્યના 124 કેસ મળી 318 કેસ નોંધાયા છે. તો 224 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કોરોનાના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 24 દર્દીઓના મોત થયાનો દર્શાવાય રહ્યું છે.

- Advertisement -

છેલ્લાં ઘણાં દિવસોથી જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 આસપાસ જ રહે છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 194 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 132 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 92 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 285574 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 226892 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 318 દર્દીઓ નોંધાયા હોય વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવામાં ઉંઘેમાથે થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular